Satya Tv News

હાલમાં દેશમાં ચંદ્રયાન-3ની ચર્ચા ચાલી રહી છે. તે આ મહિને ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન ઈસરોનું ‘સૂર્યયાન’ પણ તૈયાર છે. ચંદ્રના અભ્યાસના મિશનની સાથે ઈસરોએ હવે સૂર્યને સમજવાની દિશામાં એક પગલું ભર્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ‘આદિત્ય-એલ1’ મિશન પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહ્યું છે.ભારતની નજર હવે સૂર્ય પર છે. ચંદ્ર પર ત્રીજું ચંદ્રયાન મોકલ્યા બાદ હવે સૂર્ય મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આદિત્ય-એલ 1 ઉપગ્રહ બેંગ્લોરમાં યુઆરએસસીમાં બનાવવામાં આવ્યો છે અને તેને શ્રીહરિકોટા મોકલવામાં આવ્યો છે. આદિત્ય-L1 મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. અહીં હવે તેને રોકેટમાં સ્થાપિત કરવામાં આવશે.

error: