Satya Tv News

શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં, સ્થાનિક હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદ, તોફાન અને વીજળી માટે યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અવિરત વરસાદ વચ્ચે રાજ્ય સરકારે પણ પરીક્ષાઓ રદ કરી છે અને શાળા-કોલેજો બંધ રહેશે. સોમવારે હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે થયેલી ભારે તબાહી અંગે રાજ્યના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે, મૃત્યુઆંક વધી શકે છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં સ્વતંત્રતા દિવસ પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઋષિકેશમાં પૂર પ્રભાવિત વિસ્તારો અને ગંગા નદીના વધતા જળ સ્તરનું હવાઈ સર્વેક્ષણ કર્યું. પૌરી ગઢવાલમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અલકનંદા નદીમાં ઉછાળો આવ્યો છે. જ્યારે ચમોલીમાં સતત ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર માયાપુરમાં પહાડ પરથી ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પૌડી જિલ્લાના મોહનચટ્ટીમાં ભારે વરસાદને કારણે એક રિસોર્ટ ધરાશાયી થયો હતો, જેમાં 5 લોકો દટાયા હતા. આ તમામ લોકો હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી છે. પોલીસ અને SDRFએ સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

error: