સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થઇ ગયા હતા. જોકે તેઓ શહિદ થાય બાદ આજે એક સંયોગ સર્જાયો છે. વાત જાણે એમ છે કે, આજ ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહનો જન્મ થયો, આજ ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહ માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી તો આજ ઓગસ્ટમાં તેમના ઘરે દીકરી વિરલબાનો જન્મ થયો. આ સાથે આજે એટલે કે 15 ઓગસ્ટે જ શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ તેમનું 12મું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થયેલ મહિપાલસિંહ વાળા આજે 15 ઓગસ્ટે જન્મ દિવસ છે. જોકે અહીં એક બીજો સંયોગ એ પણ છે કે, શહીદ મહિપાલસિંહ વાળાનું આજે બેસણું પણ છે. જોકે કુદરતની કરુણતા એ છે કે, જ્યારે આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરતો હશે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતો હશે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવાર (04 ઓગસ્ટ)એ આતંકીઓનો સામનો કરતા વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. મહિપાલસિંહ વાળાના પત્નીએ ગઈકાલે શુક્રવાર (11 ઓગસ્ટ)એ બાળકીને જન્મ આપ્યો છે. પરિવારે શહીદ મહિપાલસિંહ વાળાની દીકરીનું નામ વિરલબા પાડ્યું છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ લીલાનગર શાળાને શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમમાં હાલમાં જ કાશ્મીરમાં શહીદ થનાર વીર શહીદ મહિપાલસિંહ વાળાને પણ શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. અગાઉ સ્કૂલ બોર્ડ અમદાવાદ આઠ શાળાનું નામાભિધાન વીર શહીદોના નામે થયું હોય તે જ રીતે વિરાટનગર વોર્ડમાં આવેલ લીલા નગર સ્માર્ટ શાળા નંબર 2 ને મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાના નામે નામાભિધાન કરવાની જાહેરાત જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.