હિમાચલ પ્રદેશના શિમલાના કૃષ્ણા નગરમાં થયેલા ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે.રાજધાનીના કૃષ્ણા નગરમાં સાંજે પહેલા તો એક ઝાડ મકાન પર પડ્યું અને પછી ત્યાં મોટુ લેન્ડસ્લાઈડ થયું. એક બાદ એક પાંચ મકાન ભુસ્ખલનની સાથે જમીનદોષ થઈ ગયા. એવામાં આસપાસ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ફક્ત બે જ લોકો ઘટના સ્થળ પર હતા. કારણ કે પહેલાથી જ અહીં મકાન પડવાનો ખતરો હતો. માટે લોકોએ ઘર ખાલી કરાવી દીધા હતા.
સ્લોટર હાઉસ પણ ખાલી હતું પરંતુ ગલ્લામાં મુકેલા પૈસા લેવા માટે બન્ને વ્યક્તિ અંદર ગયા હતા અને એવામાં લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયા. હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. તે ખૂબ મોટુ ભૂસ્ખલન હતું.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું કે ઘટનામાં બે લોકોના મોત થયા છે. સતત વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 60 લોકોના મોત થઈઓ ચુક્યા છે. કાલે શૌક્ષણિક સંસ્થાન બંધ હશે. હું લોકોને અપીલ કરૂ છું કે જો કોઈ તિરાડ આવે છે તો તે પોતાના ઘરને તરત ખાલી કરી દે.