ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે થઈ બબાલ
મામાને બચાવવા વચ્ચે પડેલા ભાણીયાનું મોત
ભત્રીજો સહિત 3 હુમલાખોરો મામા સાથે બાખડયા
ડો.દ્વારા તપાસીને તેને મરણ પામેલ કર્યો જાહેર
ત્રણેયના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે બબાલમાં મામાને બચાવવા વચ્ચે પડેલા ભાણીયાને ત્રણ આરોપીઓએ જમીન પર પછાડતા તેનું મોત નીપજ્યું છે.
ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફુલવાડી ગામના ખાડી ફળિયામાં રહેતો રાજુ નગીન વસાવા નામનો યુવાન ગતરોજ તા.14 મીએ સાંજના પાંચેક વાગ્યાના સમયે ગામની ખાડીએ નહાવા ગયો હતો. ત્યારે ગામના જયરામ દેવજી વસાવાએ રાજુને કહ્યું હતું કે, તારે આંબાવાડી પાસે ખાડીમાં નહાવા માટે આવવું નહી, તેમ કહીને અપશબ્દો દઇને ઝઘડો કર્યો હતો.મહેશને પકડી લઇને જોરથી જમીન પર પછાડ્યો હતો.મહેશને માથાના ભાગે વાગતા તે બેહોશ થઇ ગયો હતો. ત્યારબાદ મહેશ ભાનમાં નહી આવતા તેને સારવાર માટે ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડોકટર દ્વારા તપાસીને તેને મરણ પામેલ જાહેર કર્યો હતો.
ઘટના સંદર્ભે મૃતકની માતા ટીનુ નવિન વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે જયરામ દેવજી વસાવા, અમિત શુકલ વસાવા તેમજ બળવંત લાલા ઉર્ફે મહેશ વસાવા ત્રણેયના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ગત 8 ઓગસ્ટે પણ દરિયા ગામે માછલાં પકડવા મુદ્દે 5 લોકોએ એક યુવાનને હલેસા મારી હત્યા કરી દીધી હતી. તાલુકામાં 6 દિવસમાં જ હત્યાનો બીજો બનાવ બન્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા