Skip to main content

Satya Tv News

YouTube player

ભરૂચમાં શેઠના પરિવારના દ્વારા પતેતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પતેતીનાં દિવસે કરીને શુદ્ધ થવાનું હોય છે, જે વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.પતેતી એટલે પારસી લોકોનો ખાસ તહેવાર. ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે. ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવારએ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.ભરૂચ માં શેઠના પરિવાર દ્વારા વર્ષો થી પરંપરાગત રીતે પતેતીનો તહેવાર મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા શેઠના પરિવારના નિવાસ્થાને પતેતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચના શેઠના પરિવારને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ,હૅમેન્દ્ર કોઠીવાળા સહિતના મિત્રોએ પતેતી પર્વ નિમિત્તે પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: