Satya Tv News

ભારતનો 77 માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરાઈ
તા.ના વજેરિયા ખાતે તાલુકક્ષાએ ઉજવણી કરાઈ
મામલતદારના હસ્તે ધ્વજ ફરકાવી સ્લામી અર્પણ
સમગ્ર વિસ્તાર જય હિન્દના નારા સાથે ગુંજી ઉઠ્યો

તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી ભારે હર્ષોઉલ્લાસ સાથે 77માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય ઇતિહાસમાં સૌથી યાદગાર દીવસોમાં એક 15 મી ઓગસ્ટ છે. જે દિવસે ભારતને લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા મળી હતી. ભારતમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે, એક સ્વતંત્રતા દિવસ બીજો પ્રજાસત્તાક દિવસ અને ત્રીજો ગાંધી જયંતી આ ત્રણે તહેવારની ભારત દેશમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, આઝાદી પછી ભારત વિશ્વનુ સૌથી મોટુ લોકશાહી દેશ બન્યું. આપણાં દેશવાસીઓએ બ્રિટીશરો પાસેથી આપણી આઝાદી મેળવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી,કેટલાક લોકોએ જ પોતાના પરનો. કેટલાક લોકોના મતે આ તહેવાર લાંબા સંઘર્ષની યાદ અપાવે છે, જ્યારે યુવાનો માટે તે દેશનું ગૌરવ અને સન્માન છે. સૌથી ઉપર,આપણે દેશભરમાં દેશભક્તિની લાગણી જોઈ શકીએ છીએ. ભારતીય દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ 77 માં સ્વતંત્રતા પર્વની તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે તાલુકક્ષાએ ઉજવણી કરવામાં આવી તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી સ્લામી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ સારી કામગીરી કરતા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાય સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના સોન્ગ પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યા. આ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહતા સમગ્ર વિસ્તાર જય હિન્દ ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા

error: