માંગરોળ તા.ના નવાપુરા ગામમાં બાળકનું મોત
ચોથા માળેથી નીચે પડી જતાં કરુણ મોત નીપજ્યું
કોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી
સુરતના માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક દોઢ વર્ષનો બાળક ચોથા માળના ઘરની ગેલેરીમાંથી નીચે પડી જતાં તેઓને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નિપજ્યું હતું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલ એક એપારમેન્ટમાં કરૂણ ઘટના સામે આવી હતી.મૂળ બિહારના અને છેલ્લા બે વર્ષથી PARLE G બિસ્કિટની કંપનીમાં કામ કરતા મુકેશ ચૌધરીને સંતાનમાં ત્રણ બાળકો છે. ગત સાંજના સમયે મુકેશ ભાઈની પત્ની ઘરમાં કામ કરી રહ્યા હતા, અને તેઓનો દોઢ વર્ષના બાળક સમરને ઘરની ગેલેરી માં રમી રહ્યો હતો. તે દરમિયાન દરમિયાન રમતા રમતા સમર લોખંડની સેફ્ટી ગ્રિલ પર ચડી ગયો હતો, અને ચોથા માળેથી નીચે પડી ગયો હતો.કંઈ નીચે પડ્યું હોવાનો આભાસ બાળકની માતાને થતા તેઓ ગલેરીમાં ગયા હતા.ત્યાં જઈને જોતા બાળક નીચે પડ્યો હોવાનું નજરે ચડતા જ તેઓએ દોટ મૂકી હતી.બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માતા બાળક પાસે પહોંચે તે પહેલાં જ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.અને માતાએ મૃતક બાળકને હાથમાં લઈને સતત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાનું રુદન જોઈને આજુબાજુમાં રહેતા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી.ઘટનાની જાણ આજરોજ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત માંગરોળ