77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી
બાળકીને તિરંગાના રંગનો પહેરાવ્યો દુપટ્ટો
બાળકનો વીડિયો દેશભક્તિથી થયો પ્રફુલ્લિત
સુરત જિલ્લાના પીપોદરા ગામ ખાતે નાની બાળકીએ 77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ખુબ જ સુંદર રીતે તિરંગો ફરકાવી દેશભક્તિથી પ્રફુલ્લિત કર્યું હતું.
એવું કહેવાય છે બાળક હોય કે વૃદ્ધ અમીર હોય કે ગરીબ તિરંગો દરેકમાં દેશભક્તિ જગાવે છે, દેશ માટે પ્રેમ દર્શાવે છે.ભારત દેશ પોતાનો ૭૭ મો સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો. દરેક લોકોમાં દેશ પ્રેમનો અનેરો ઉત્સાહ દેશ ભક્તિના રંગમાં રંગાય ચુક્યા છે. પોતાનો દેશ પ્રેમ દરેક દેશવાસીઓ અલગ અલગ રીતે દર્શાવતા જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લા પીપોદરા ગામે ખાતે સુમિત વસાવા અને તેમની પત્ની એ આજે પોતાની નાની બાળકીને સ્વતંત્રતા પર્વ ને લઈ ખુબજ સુંદર રીતે તૈયાર કરી. નાની બાળકી ને તિરંગા રંગના દુપટ્ટાને એટલી સરસ રીતે પહેરાવવમાં આવ્યો હતો, કે જાણે એક તિરંગા રંગનું નાનું એવું પતંગિયું હોય. અને નાની બાળકીના હાથ નાનો એવો તિરંગો પકડાવ્યા અને બાળકી પણ મસ્ત રીતે ફરકાવી રહી તેવો વીડિયો માં દેખાય આવે છે. ખુબજ મનમોહક આ બાળકનો વીડિયો મન જાણે દેશભક્તિથી પ્રફુલ્લિત થઈ ગયું છે.
બૂયરો રિપોર્ટ સત્યા ટીવી સુરત