Satya Tv News

YouTube player

77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદનની ઉજવણી
ગ્રા.પં.ના મહિલા પટાવાળા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યું
વહીવટદાર અને તલાટીની ગેરહાજરી

હાંસોટમાં 77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તમામ શાળાઓમાં સરકારી કચેરીઓ ઉપરાંત તાલુકા કક્ષાનો ધ્વજવંદન પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

હિન્દુ સ્મશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ તિરંગા યાત્રા ધામધૂમ કાઢવામાં આવી, પણ હાંસોટ ગ્રામપંચાયત ખાતે માત્ર ત્રણ વ્યક્તિની હાજરીમાં અને હાંસોટના વહીવટદાર અને તલાટીની ગેરહાજરીમાં ગ્રામ પંચાયતના મહિલા પટાવાળાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. શું વહીવટદાર અને તલાટીની ફરજ નથી કે તેઓએ હાંસોટ ગ્રામપંચાયતના કાર્યક્રમમાં હાજરી આપવી ન જોઈએ ? સમગ્ર હાંસોટમાં ગ્રામ પંચાયતના ધ્વજ વંદન અંગે ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે.આ અંગે ગ્રામ પંચાયતના એક કર્મચારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કાર્યક્રમ નો કોઈ આયોજન જ થયું નહોતું ,બધી સ્કૂલોમાં અમે લોકો કહેવા ગયેલા પણ તમામે તાલુકાના કાર્યક્રમમાં જવાનું હોવાથી ઉપસ્થિત રહેવાની તૈયારી દર્શાવી ન હોતી .આખરે ગ્રામ પંચાયતના બે પટાવાળા અને એક કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ધ્વજ વંદનની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી. આ તમામ ચર્ચાઓ હાંસોટ ગામમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.

વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી હાંસોટ

error: