બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે.તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ છે. જેને લઈને અમે યાત્રા સમેટીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, જો અમારી માંગણીઓ નહી સંતોષાય તો ફરી આંદોલન કરીશું. દિયોદરથી નીકળેલી આ યાત્રાને પોલીસે મહેસાણાના ગોઝારીયામાં રોકીને ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે પોલીસે મુખ્યમંત્રી સાથે ખેડૂત પ્રતિનિધિની બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બાદ સરકાર અને ખેડૂતોની બેઠક મળી હતી. ત્યાર બાદ પદયાત્રાના આગેવાનોએ આ યાત્રા સમેટી લેવાની વાત કરી હતી.