ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના જામો પોલીસ સ્ટેશનમાં રામશાહપુર ગામના રહેવાસી આદિત્ય તિવારી માર્ચ 2021માં પ્રતાપગઢ જિલ્લાના એક ગામની રહેવાસી યુવતી સાથે ઈંસ્ટાગ્રામ પર દોસ્તી થઈ હતી. બંને વચ્ચે વાતચીત થવા લાગી, બાદમાં થોડા દિવસમાં એકબીજાને પ્રેમ થઈ ગયો. પ્રેમ થયા બાદ બંનેની મુલાકાત થવા લાગી અને વાત એક બીજા સાથે લગ્ન કરવા સુધી આવી ગઈ. લગ્નનું વચન આપીને યુવક યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો.
ઈંસ્ટાગ્રામ પર બે વર્ષ પહેલા દોસ્તી થઈ, પ્રેમભરી વાતો થઈ. લગ્નનો પ્લાન બનાવ્યો અને શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. બે વર્ષ સુધી બધું બરાબર ચાલતું રહ્યું. આ દરમ્યાન અમેઠીના જામો સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી યુવકને નોકરી લાગી. તેથી યુવક પ્રેમિકાથી દૂર થતો ગયો. પીડિતાનો આરોપ છે કે, આરોપી પ્રેમી યુવક આદિત્યનું સિલેકશન ભારતીય સ્ટેટ બેન્કમાં પીઓના પદ પર થઈ ગયું છે. નોકરી લાગ્યા બાદ યુવકે પ્રેમિકાથી અંતર બનાવવાનું શરુ કર્યું તો, યુવતી લગ્નની જીદ પર બેસી ગઈ.
યુવતીએ પોતાના પરિવારને પણ લગ્ન નક્કી કરવા માટે આદિત્યના ઘરે મોકલ્યા પણ વાત ન થઈ તો, ખુદ નિરાશ થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ, પોલીસ સ્ટેશનમાં બે વાર સમાધાન કરાવ્યું. એપ્રિલ 2023માં ફરી વાર ફરિયાદ થઈ તો, જયમાલા કરીને આદિત્યે મામલાને શાંત કરવાની કોશિશ કરી. જયમાલાબાદ પણ આદિત્યે લગ્ન કરવાની ના પાડતા નકલી ફરિયાદ ફસાવાની ધમકી આપી તો 15 જુલાઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એફઆઈઆર નોંધાયા બાદ યુવતી ન્યાય માટે ભટકી રહી છે.
આ સમગ્ર મામલો જામો પોલીસ સ્ટેશનના ઈંસ્પેક્ટર વિવેક સિંહે જણાવ્યું કે, પીડિતાની અરજી પર પ્રતાપગઢ જિલ્લામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલાની તપાસ થઈ રહી છે. આ સમગ્ર મામલાની તપાસ પડતાલ બાદ જે પણ તથ્ય નીકળીને સામે આવશે તેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.