Satya Tv News

દક્ષિણ મુંબઇના તાડદેવમાં ઘરમાં ઘૂસી ૭૦ વર્ષીય વૃદ્ધાની હત્યા અને હીરા, સોનાનાં દાગીના, રોકડની લૂંટ કરવાના ચકચારજનક કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મૃતકના પતિની દુકાનમાં જ કામ કરતા આ વિશ્વાસઘાતી કર્મચારીએ તેના સાથીદાર સાથે લૂંટનું કાવતરુ ઘડયું હતું. પોલીસે અન્ય ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ આદરી છે.

તાડદેવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વિવેક શેંડેએ જણાવ્યું હતું કે ભુલેશ્વરમાં ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા મદનમોહન અગ્રવાલની દુકાનમાં કામ કરતા સુમિત તાટવાલ ની આજે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને ૨૩ ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપી છે. આરોપીએ આપેલી માહિતીના આધારે રેકી કરીને આ ગુનો કરવામાં આવ્યો હતો. ઘરમાંથી રોકડ રકમ, હીરા-સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી.

ગત રવિવારે રાબેતા મુજબ સવારે ૬.૦૦ વાગ્યે વેપારી મોર્નિંગ વૉક માટે ઘરની બહાર જઇ રહ્યા હતા ત્યારે ત્રણ આરોપીએ ધક્કો મારીને તેમને ઘરમાં ઢકેલી દીધા હતા. પચી વેપારી અને તેમની પત્નીના હાથ-પગ રસ્સીથી બાંધી દીધા અને મોઢા પર સેલોટેપ લગાડી દીધી હતી. ઘરમાંથી લૂંટ કરી તેઓ નાસી ગયા હતા.વૃદ્ધાનું સેલોટેપના લીધે ગુગળામણથી મોત થયું હોવાનું કહેવાય છે.

આરોપીઓએ બનાવના આગલા દિવસે શનિવારે ટેક્સીમાં વેપારીના ઘરની રેકી કરી હોવાનું માલૂમ પડયું હતું. તેઓ રવિવારે પણ ટેક્સીમાં આવ્યાહતા. લૂંટ બાદ ટેક્સીમાં દાદર જઇ બસમાં પુણે નાસી ગયા હોવાનું કહેવાય છે.

error: