Satya Tv News

ભરૂચની જૂની મામતલદાર કચેરી સામેના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18નો એક ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. છતનો ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળ નીચે દબાઈ જતા મોત થયું છે. નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા હતા.નર્મદા એપાર્ટમેન્ટની મિલકતોને અવારનવાર નોટીસો આપવામાં આવે છે, છતાં તેનો અમલ થતો નથી. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ અત્યંત જર્જરિત થઈ ગઈ છે, તે અંગેનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.

error: