Satya Tv News

YouTube player

મુન્શી વિદ્યાધામના હોલમાં યોજાયો કાર્યક્રમ
ચન્દ્રયાન-૩ નિબંધ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમ
વિજેતાઓને સર્ટિફિકેટ,ટ્રોફી આપી સન્માનીત
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
આમંત્રિત મહેમાનોનો આભાર કર્યો વ્યક્ત

ભરૂચના મુન્શી ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સયુક્ત ઉપક્રમે ચન્દ્રયાન-૩ નિબંધ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમ

મુન્શી મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ ભરુચના સૈયુક્ત ઉપક્રમે ૧૪મી ઓગસ્ત ના રોજ સવારે ૧૧ કલાકે ધોરણ ૮ થી ૧૨ ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નિબંધોના નિર્ણાયક તરીકેની ભૂમિકા મુન્શી મહિલા બી.એડ. કોલેજની તાલીમાર્થીઓએ ભાગ ભજવ્યો હતો. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રાયમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, આઇ.ટી.આઇ. વિભાગના વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો. પરિણામ તૈયાર થયા બાદ ૧૭મી ઓગસ્તના રોજ મુન્શી વિદ્યાધામના હોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ,જેમાં મુખ્ય મહેમાન તરીકે દેવાંગ ઠાકોર સાહેબ, રોટરી ક્લબના પ્રેસિડેંટ રિજવાના તલકીન જમીનદાર મેડમ તથા રોટરી ક્લબના જોઇન્ટ સેક્રેટરી હર્ષ દાલમિયા તથા રોટેરીયન તલકીન જમાદાર સાહેબ અને મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલ સાહેબ અને મુન્શી ટ્રસ્ટના જુદી-જુદી સંસ્થાના આચર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરી હતી.જેમા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રેસિડેંટ રિજવાના તલકીન જમાદારે મુન્શી ટ્રસ્ટ અને સ્પર્ધામાં ભાગ લેનારા તથા વિજેતા વિદ્યાર્થીઓનો અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: