Satya Tv News

YouTube player

શાળાના કર્મચારીઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધ્યો
માંગણીઓને લઈને શરૂ કરેલા આંદોલનની રણનીતિ નક્કી
6 તબક્કાના વિરોધ પ્રદર્શન અંતર્ગત બ્લેક સપ્તાહ માણ્યો
પોતાની ફરજ નિભાવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો

શિનોર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આજરોજ કાળા કપડાં પહેરી પોતાની ફરજ નિભાવીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓને લઈને શરૂ કરેલા આંદોલનની આગળની રણનીતિ નક્કી કરી છે.અલગ અલગ તબક્કાવાર કાર્યક્રમો યોજવા માટે આદેશ કરાયાં છે.જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છઠ્ઠા તબક્કાના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત બ્લેક સપ્તાહ મનાવાયો હતો.જેમાં શિનોર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના કર્મીઓ અને સંચાલકો કાળા કપડાં પહેરીને આવ્યાં હતા.અને પોતાની ફરજ નિભાવી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: