પાણીની ટાંકી પાસેના પતરાનો શેડનો મામલો
જિ.પં.દબાણ શાખા પાસે હોવાનું કર્યો ખુલાસો
જિ.પં.દબાણ શાખા દ્વારા ગ્રા.પં.ને આદેશ કરાશે
ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની આપી ખાતરી
વાલિયા તાલુકાના કરસાડ ગામના પાણીની ટાંકી પાસેના પતરાનો શેડ મામલે ગ્રામ પંચાયતે જિલ્લા પંચાયત બાંધકામ શાખાનો પહોંચ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
ગત તારીખ-14મી ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાના કરસાડ ગામમાં રહેતી વિધવા કપિલા છત્રસિંહ આડમારના ઘરની પાસે અંબુ ઉર્ફે મહેન્દ્રસિંહ મોહનસિંહ નિયોરિયાએ પતરાનો શેડ ઉભો કરી દબાણ કર્યું હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, જે મામલે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુધીરસિંહ અટોદરિયાએ આ મુદ્દો ગ્રામ પંચાયતનો નહીં હોવા સાથે જિલ્લા પંચાયત દબાણ શાખા પાસે હોવાનું ખુલાસો કર્યો છે, અને જિલ્લા પંચાયત દબાણ શાખા દ્વારા જે પણ કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને આદેશ કરવામાં આવશે તે મુજબ ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા