Satya Tv News

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે કેન્દ્ર સરકારના વિવેકબુદ્ધિની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ગુરુવારે એક અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને પૂછ્યું, “શું તમે કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયની શાણપણની સમીક્ષા કરવા કોર્ટને આમંત્રિત કરશો ? , શું તમે કહો છો કે કલમ 370ને ચાલુ રાખવો રાષ્ટ્રીય હિતમાં ન હોવાના સરકારના નિર્ણયના આધારે ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ ?

આ તરફ વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું પ્રતિ એફિડેવિટ વિરોધાભાસનું પોટલું છે. જે બાદમાં પીઠે કહ્યું કે, શું આપણે ખરેખર એ એફિડેવિટ પર કામ કરવાની જરૂર છે? આપણે બંધારણીય જોગવાઈનું અર્થઘટન કરવું પડશે, તે કેવી રીતે સુસંગત છે? જે બાદમાં વકીલ દુષ્યંત દવેએએ કહ્યું કે, રાષ્ટ્રપતિની કાર્યવાહી માટે કોઈ કારણ ઉપલબ્ધ નથી, ન તો એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1947 પછી જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર વચ્ચે કોઈ મુશ્કેલી ન હતી. કલમ 370 ચાલુ રાખવી જોઈએ. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન દવેએ દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ પાસે કલમ 370 નાબૂદ કરવાની સત્તા નથી, માત્ર બંધારણ સભા (1957માં વિસર્જન) આવી સત્તાનો ઉપયોગ કરી શકે છે.

નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું કે, તેમની પાર્ટીએ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં શ્રેષ્ઠ વકીલોની નિમણૂક કરી છે. આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ન્યાયાધીશો તેમની દલીલો સાથે સહમત થશે. તેણે કહ્યું, ‘અમે લડી રહ્યા છીએ અને અમે ન્યાયની આશા સાથે ત્યાં ગયા છીએ. અમે કોઈ કસર છોડી નથી, અમે શ્રેષ્ઠ વકીલોને રાખ્યા છે અને તેમની કામગીરીની સૌએ પ્રશંસા કરી છે. સુનાવણી ચાલી રહી છે અને અમને આશા છે કે, જજ અમારી દલીલો સાથે સહમત થશે. તે ચાલશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ.

error: