Satya Tv News

હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક MLA જેતે વિસ્તારમાં જઈ સંગઠન લેવલે કામગીરી કરશે. એટલું જ નહીં તાબડતોબ આજ સુધીમાં MLAને પોતાના વિસ્તારમાં પહોંચી જવા પણ મોવડી મંડળ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે 10 દિવસ સુધી ભાજપના ધારાસભ્ય પોતાને સોંપાયેલા મત વિસ્તારમાં કામગીરી કરશે.

વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે.

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

error: