Satya Tv News

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ નાગરિક યુ યુઆન્બે રૂ. 1400 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં બેટિંગ એપ કામ કરતી હતી. વુ યુઆન્બે એપનાં માધ્યમથી 15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો હતો. એપનાં માધ્યમથી ડેટાની ચોરી કરીને 1400 કરોડની છેતરપિંડી કરી હતી. 1200 લોકો આ બેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. 2022 થી બેટિંગ એપથી આર્થિક સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. સાયબર ક્રાઈમે ચાઈનીઝ ફૂટબોલ ગેમ્સથી સાવચેત રહેવાની પોલીસે લોકોને અપીલ કરી છે.

error: