પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જેમાં 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. તેમજ જેલમાં પણ સારવાર ઉપલબ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવશે.