Satya Tv News

આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં મુખ્ય 05 થીમ આધારિત “મારી માટી- મારો દેશ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તિલકવાડા રાધાબા ભવન ખાતે મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં “માટીને નમન, વીરોને વંદન” થીમ સાથે મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા ભાજપા પ્રમુખ બાલુ બારીયાએ જણાવ્યું કે, “મારી માટી- મારો દેશ” અભિયાનનો મુખ્ય ઉદેશ, માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા માટે જનશક્તિને પ્રેરિત થાય અને નર્મદા સહિત રાજ્યોના તમામ જિલ્લામાં મુખ્યત્વે 05 થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આ કળશને નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મોહત્સવ સ્મારક તેમજ અમૃતવાટીક બનાવીને માતૃભૂમીના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રંદ્રાજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે જ્યાં તા. ૨૯ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમ્યાન કર્તવ્ય પથ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ રાષ્ટ્રની એકતા અને અખંડિતા માટે સામૂહિક પંચ પ્રતિજ્ઞા લીધી હતી સાથે જ 75 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન અનેક અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા

error: