Satya Tv News

“મેરી માટી-મેરા દેશ”કાર્યક્રમનું આયોજન
ન.પા.દ્વારા માતરિયા તળાવ ખાતે યોજાયો
શહીદોને શ્રદ્ધાંજલિરૂપે નિર્મિત શિલાનું લોકાર્પણ
વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભરૂચના નગરપાલિકા દ્વારા શહેરના માતરિયા તળાવ ખાતે” મેરી મિટી મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

YouTube player

આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માતૃભૂમિ તેમજ વીર-વીરાંગનાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દેશભરમાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમ માં ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવતા 11 વોર્ડ માંથી વિવિધ સ્થળોથી કળશ માં માટી શહેરના માતરીયા તળાવ ખાતે ભેગી કરવામાં આવી હતી, જે બાદ રાષ્ટ્રધ્વજને સલામી પાઠવી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે નિર્મિત શિલાનું લોકાર્પણ, આઝાદીમાં સિંહ ફાળો આપનાર સ્વતંત્રતા સેનાનીઓના પરિવારનું પણ સન્માન સાથે શીલા ફ્લકમ, વસુધા વંદન,પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીર વંદના, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોના આયોજન પ્રજામાં દેશદાઝની ભાવનાને ઉર્જા મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા આગેવાનો,ઉપ પ્રમુખ નીનાબા યાદવ,શહેર પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા શાળાના બાળકો સહિત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: