વઢવાણા ગામે ગત સપ્તાહમાં થયેલ ચોરીનો મામલો
ટૂંકા સમયમાં ડિરેક્ટ થતા પોલીસને મળી સફળતા
ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને આરોપીને ઝડપી પાડ્યા
બંને આરોપીને જેલ ભેગા કરી કાર્યવાહી હાથ ધરી
ડભોઇ તાલુકાના વઢવાણા ગામેથી ગત સપ્તાહે સવા ત્રણ લાખની ચોરીના મામલે સીસી કુટેજના આધારે અને હ્યુમન સોસીસ દ્વારા સાવલી તાલુકાના સમલાયા બ્રિજ નીચેથી પોલીસે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને આરોપીને ઝડપી પાડ્યા હતા.
ડભોઇ તાલુકાના વઢવાણા ગામેથી ગત સપ્તાહે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર કિંમત રૂપિયા સવા ત્રણ લાખની ચોરી થયા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી જે સંદર્ભે ડભોઇ પોલીસે સીસી કુટેજ ના આધારે અને હ્યુમન સોસીસ દ્વારા સાવલી તાલુકાના સમલાયા ગામેથી બે આરોપીઓ સહિત ટ્રેક્ટર ને ઝડપી પાડી ટૂંકા સમયમાં ગુનો ડિરેક્ટ થતા પોલીસને સફળતા મળી હતી. ડભોઇ પોલીસ માંથી મળતી વિગતો અનુસાર તાલુકાના વઢવાણા ગામેથી તારીખ 10, 8, 2023 ના રોજ મહેન્દ્ર કંપનીનું લાલ કલરનું ટ્રેકટર અને ટેકટર ની ટોલી નંબર gj06 v3201 કિંમત રૂપિયા 3,25,000 ચોરી અંગે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, પીઆઈએસ જે વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે ડી ભરવાડ સહિત ડી સ્ટાફ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવી વઢવાણા થી લઈ તમામ રસ્તાઓના સીસી ટીવી કુટેજ અને હ્યુમન સોશિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આધારે સાવલી તાલુકાની આજુબાજુ આ ટ્રેક્ટર ફરે છે, તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે સાવલી તાલુકાના સમલાયા બ્રિજ નીચેથી પોલીસ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી મહેન્દ્રસિંહ અભેસિંહ પરમાર રહે બાડા વિસ્તાર ઝુમકા તાલુકો સાવલી તથા પ્રતાપ નારાયણ પાટણવાડીયા રહે વઢવાણા નવીનગરી ડભોઇનાઓ સહિત મુદ્દામાલ સાથે બંને આરોપીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા ,અને આગળની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ