Satya Tv News

YouTube player

તા.પં.ના પટાંગણ ખાતે કાર્યક્રમ યોજયો
મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજયો
રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રતિજ્ઞા લીધી
વીર સેનાનીઓને સન્માન પત્ર પાઠવ્યું

હાંસોટ તાલુકા પંચાયતના પટાંગણ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ સહિત ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ મારી માટી મારો દેશ’ ‘ માટી ને નમન વીરો ને વંદન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 30 ઓગસ્ટ સુધી ‘મારી માટી મારો દેશ’ ‘ માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે હાંસોટ તાલુકા પંચાયતના પટાંગણ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ સહિત ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં ‘ મારી માટી મારો દેશ’ ‘ માટી ને નમન વીરો ને વંદન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, દરમિયાન પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિત માં રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી દેશ માટે બલિદાન આપનાર વીરોને સમર્પિત અભિયાન હેઠળ હાથમાં માટી લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી ,તે દરમ્યાન તાલુકાના નિવૃત વીર સેનાનીઓને સન્માન પત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, મામલતદાર હાર્દિક બેલેંડીયા પોલીસ ઈન્સ્પેક્ટર કે. વી. ચુડાસમા તથા પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો અને આગેવાનો તથા તાલુકાના ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે હેમંત ચાસીયા સત્યા ટીવી હાંસોટ

error: