ઓલપાડ તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો
વન,પર્યાવરણ મંત્રી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
મંત્રીના હસ્તે ‘શિલાફલકમ”નું અનાવરણ કરાયું
કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરાયું
આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના સમાપન પ્રસંગે માતૃભૂમિના વીરો અને દેશની માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનીઅધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતી આપનારા વીર જવાનો, આઝાદીના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પવા માટે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહીદ થનારા વીરોને યાદ કરીને રાજય અને રાષ્ટ્રને અગ્રેસર બનાવવાનો અનુરોધ તેમણે કર્યો હતો.તેમજ ઓલપાડ તાલુકામાં થયેલા વિકાસના કામોની માહિતી આપી હતી. આ અવસરે મંત્રી મુકેશ પટેલે હસ્તે ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સૌ લોકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા અંતર્ગત માટીના દીવા સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞા સૌએ લીધી હતી.‘શિલાફલકમ’ તકતી સાથે સેલ્ફી પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા પંચાયત પતાગણમાં વૃક્ષ વાવવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેમજ તાલુકા પંચાયતથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.આ તકે કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયતના સદસ્યઓ મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત ઓલપાડ