લીલાધરના ગર્ભગૃહમાં દેખાયા ચરણના પગલાં
ગુરુ મહારાજના ચરણના પગલાં દેખાતા કુતુહલ સર્જાયું
સમગ્ર વિસ્તાર મહારાજ કી જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો
ભાવી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા
તિલકવાડા નગર સ્થિત વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના લીલાધરના ગર્ભગૃહમાં ગુરુ મહારાજના ચરણના પગલાં દેખાતા કુતુહલ સર્જાયું,જેમાં મોડી રાત્રે ચમત્કારીક ઘટના બનતા દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા
તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં વસુદેવાનંદ સરસ્વતી મહારાજનું અતિ પ્રાચીન લીલાધર આવેલું છે લોક માન્યતા છે કે ગુરુ મહારાજ જ્યારે માં નર્મદાની પરિક્રમા કરી રહ્યા હતા, તે દરમિયાન આ સ્થળ ઉપર રોકાણ કરેલ આ સ્થળ ઉપર હાલ વસુદેવાનંદ સરસ્વતી મહારાજનું લીલાધર આવેલું છે અહીંયા ભક્તોની ભારે આસ્થા રહેલી છે, દૂર દૂરથી ભાવી ભક્તો આ લીલાધર ખાતે દર્શન કરવાં માટે આવતા હોઈ છે, આ મંદિરના ગર્ભ ગૃહમાં જ્યાં તાળું મળેલું હોઈ છે, જ્યાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી, ત્યાં ગત રોજ રાત્રી ના સમયે ચમત્કારિક ઘટના બની છે, મંદિરના ગર્ભગૃહમાં ગુરુ મહારાજના ચરણના નિશાન જોવા મળ્યા હોવાનું ભક્તોનું કહેવું છે. આ ચમત્કારિક ઘટનાની જાણ થતા દૂર દૂર થી ભક્તો ઉમટી પડ્યા હતા, અને ગુરુ મહારાજના ચરણ પગલાંના દર્શન નો લાભ લઇ ભક્તો અનેરી ભક્તિમાં લિન થતા સમગ્ર વિસ્તાર વસુદેવાનંદ સરસ્વતી મહારાજ કી જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો
વિડીયો જર્નાલિસીટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા