Satya Tv News

YouTube player

3 વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ પ્રોહી બુટલેગર
૧૦ ગુનાઓમાં નાસતો ફરતો બુટલેગરની ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરની કરી ધરપકડ
અલગ અલગ જી.માં જાણ કરવા તજવીજ હાથ ધરી

ભરૂચ જીલ્લાના તેમજ વડોદરા શહેર,નવસારી,તાપી જીલ્લાના ગુનાઓ મળી પ્રોહીબીશનના કુલ -૧૦ ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ પ્રોહી બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્ના રાજને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતીપુર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે ઉદ્દેશથી જીલ્લામાં અસમાજીક પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવા તેમજ અસમાજીક પ્રવૃતિઓના ગુનાઓમાં મુખ્ય સુત્રધાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચનાઓ અન્વયે,પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.નાઓએ ઉંપરોક્ત સુચનાઓ આધારે ભરૂચ જીલ્લામાં ભુતકાળના સમયમાં પ્રોહીબિશનનો મોટી માત્રામાં પ્રોહિબીશનનો જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને અલગથી તારવી સ્તવરે ઝડપી પાડવા લોલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન શોર્ષિસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ચોક્ક્સ દિશામાં વર્ક આઉટ હાથ ધરી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમ્યાન ગઇ કાલે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળા નાઓની ટીમને બાતમી હકીકત મળેલ કે ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં તથા ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના ૧૦ જેટલા પ્રોહી ગુનાઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી વોન્ટેડ ભરૂચનો પ્રોહી લીસ્ટેડ બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્નો રાજ વાઘોડીયા નજીક આવેલ સખારૂપીર દરગાહે દર્શને આવનાર છે જે મુજબની ચોક્ક્સ હકીકત આધારે સદર આરોપીને ઝડપી પાડવા એલ.સી.બી.ની એક ટીમને વાઘોડીયા નજીક તપાસ અર્થે મોકલી આપેલ હતી, ત્યાં એલ.સી.બી ટીમ દ્વારા સખારૂપીર દરગાહની આસ પાસ અલગ અલગ વોચમાં રહી પ્રોહી બુટલેગર આરોપી દર્શનએ આવતા તેને કંઇ અણસાર આવે તે પહેલા ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લઇ આવી ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા તેણે ભરૂચ જીલ્લાના પાલેજ પો.સ્ટે.-૦૨, દહેજ મરીન પો.સ્ટે.-૦૧, દહેજ પો.સ્ટે..-૦૧ નેત્રંગ પો.સ્ટે,-૦૧, જંબુસર પો.સ્ટે.-૦૧, આમોદ પો.સ્ટે,-૦૧ મળી કુલ ૦૭ તથા વડોદરા શહેરના મકરપુરા પો.સ્ટે.-૦૧ તથા નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે.-૦૧, તેમજ તાપી જીલ્લાના ઉચ્છલ પો.સ્ટે.-૦૧ મળી અન્ય જીલ્લાના ૦૩ ગુનાઓ મળી કુલ ૧૦ જેટલા પ્રોહી ગુનાઓમાં વોન્ટેડ હોવાની કબુલાત કરેલ.આ બુટલેગર વિરૂધ્ધ નામદાર ભરૂચ કોર્ટ દ્વારા સી.આર.પી.સી. ૭૦ મુજબના વોરન્ટ પણ ઇસ્યુ કરેલાની હકિકત જણાયેલ, સદર અરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી. ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે અને ઉપરોક્ત ગુનાઓ અંગે જે તે પોલીસ સ્ટેશન તથા અલગ અલગ જીલ્લામાં જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: