Satya Tv News

કારગિલ જિલ્લામાં એક દુકાનની અંદર વિસ્ફોટ થવાની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડેપ્યુટી કમિશનર સુસેએ કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ડીસી કારગીલ અને એસએસપી કારગિલ જીલ્લા હોસ્પિટલ કારગિલ કુરબાથાંગની મુલાકાત લઈને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

આ ઘટનાને લઈ રેડક્રોસ ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને કેટલીક વચગાળાની રાહત પણ આપવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને કારગિલ પોલીસે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દ્રાસ પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દ્રાસ વિસ્તારમાં કબાડી નાળામાં ભંગારના વેપારીની દુકાનમાં વિસ્ફોટમાં જમ્મુના 2 મજૂરો સહિત 3 મજૂરોના મોત થયા છે. ભંગારની દુકાનમાં થયેલો આ વિસ્ફોટ જોરદાર હતો. એવું કહેવાય છે કે, કામદારો દ્વારા સ્ક્રેપ તરીકે લેવામાં આવેલા સાધન સાથે છેડછાડ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મૃતકોની ઓળખ ખયાદલ દ્રાસના શબ્બીર અહેમદ, વિનોદ કુમાર અને સંગીત કુમાર તરીકે થઈ છે. વિનોદ કુમાર અને સંગીત કુમાર જમ્મુના નરવાલના રહેવાસી છે. બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું.

error: