ભારત અને આયર્લેન્ડ વચ્ચે બલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી જીત પોતાને નામ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ ભારતે બે રને જીતી હતી. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ લીધા બાદ ભારતને જીતવા માટે 140 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.જેનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 6.5 ઓવરમાં બે વિકેટે 47 રન કર્યા હતા. જોકે આ આ દરમિયાન મેચમાં વરસાદી વિઘ્ન શરૂ થયું હતું. વરસાદને કારણે મેચ રમાવી મુશ્કેલ બનતા નિયમ મુજબ ભારતને વિજેતા જાહેર કરાઈ હતી.
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ટીમને શાનદાર શરૂઆત કરાવી હતી. મેન ઇન બ્લુએ છ ઓવરમાં કોઈપણ નુકશાન વિના 45 રન બનાવ્યા હતા. જોકે સાતમી ઓવર ભારત માટે સૌથી મોંઘી સાબિત થઇ હતી. ક્રેગ યંગે પહેલા યશસ્વી જયસ્વાલને કેપ્ટન પોલ સ્ટર્લિંગના હાથે કેચ આઉટ કરાવ્યા બાદ જયસ્વાલે 23 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની પણ વિકેટ પડી હતી. આમ ભારતને બે જોરદાર ઝટકા આપ્યા હતા. તિલક વર્મા જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બાદમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું.