Satya Tv News

ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદનું તારણ કાઢવામાં આવતું હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય છે. સાથે-સાથે માખીનો ઉપદ્રવ વધે છે, એવું પણ કહેવામાં આવે છે.

17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તેનું પાણી ખૂબ સારું કહેવાય છે. કૃષિ પાક માટે ઉત્તમ પાણી ગણાય છે. મઘાનું પાણી ગંગા સમાન ગણાય છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તેનું પાણી સ્ટોર કરીને રાખે છે. મઘાનું પાણી મીઠું હોય છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ઘાસ વધારે થાય છે. મઘા વરસે તો ચાણાનો પાક પણ સારો થાય છે.

મઘામાં નક્ષત્રમાં પુષ્કર માખીઓનો ઉપદ્રવ થાય છે. 31 ઓગસ્ટના પૂર્વ ફાલ્ગુણી નક્ષત્ર શરુ થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે. તેમજ સુર્ય ઉતરા ફાલ્ગુનીમાં આવે છે. ત્યારે ઓત્રા ચીત્રાનો તાપ શરુ થાય છે અને માખી મચ્છરનો નાશ થાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ થશે તે અંગે વાતચીતમાં જણાવ્યું છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

error: