અરવલ્લી જિલ્લામાં ગાંજાના વાવેતર પર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મેઘરજના ઇસરી પંથકના વાવમેલાણા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઇસરી પોલિસના નાક નીચે SOG પોલીસે 41 ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. ઘર અને ખેતરમાં આરોપીએ ગાંજાનુ વાવેતર કર્યું હતું. SOG પોલીસે 10.7 કિલો ગાંજા અને રૂ.1.7 લાખ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો હતો.
ગાંધીના ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરવાનું જાણે કારસ્તાન ચાલુ થયું હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા પછી જાણે એક પછી એક લાઇન લાગી હોય તેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે.
ગૂજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ મળી આવી હતી અને પછી એટલે કે સતત ત્રીજા દિવસે રાજ્યમાં એવી પ્રવૃતિઓ સામે આવી હતી જેને કારણે ગાંધીના ગુજરાતને કોઇની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદના હાથનોલી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભોજપરી ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.