શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી. પરંતુ છૂટા પૈસા ન હોવાને કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થઈ રહ્યું હતું. જેથી સિટી બસમાં ટિકિટથી થતી ચોરી અટકાવવા સિટી લિંકની બેઠકમાં પાલિકાએ ટિકિટના દર રાઉન્ડ ફિગર કરવાનો નિર્ણય કર્યો છે. સિટી બસની ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવાયા છે.
ટિકિટના દર જે અગાઉ નવ સ્લેબમાં હતા, તે હવે 4 સ્લેબમાં કરાયા છે. ટિકિટના ભાવ 5 રૂપિયાથી માંડીને 25 રૂપિયા સુધી કરવામાં આવ્યા છે. જ્યારે સુમન પ્રવાસ (અનલિમિટેડ મુસાફરી) ટિકિટના ભાવ 25 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
છુટા પૈસાના કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થતું હતું તેથી ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવામા આવ્યા છે. તો ડિજિટલ પેમેન્ટને પ્રત્સાહન આપવા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. એટલે કે કોઈ મુસાફર ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ કરશે તો તેમને ટિકિટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તો મહિલાઓ પણ હવે 1 હજાર ભરી આખું વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકશે.