Satya Tv News

ક્રીશ પોલારા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક 100થી વધુની સ્પીડે રિક્ષાને ઓવરટેક કરતો જોવા મળી રહ્યો છે. કારમાં સવાર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયો વાયરલ થતાં સુરત પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે.

ગુજરાતમાં નબીરાઓને પોલીસનો જરાય ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓ સામે કાર્યવાહીની લોકો માંગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે, થોડા દિવસ અગાઉ ભયાનક અકસ્માત અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટંટબાજો બેખોફ બન્યા છે.

રસ્તા પર આટલી ઓવરસ્પીડમાં કાર ચલાવવી કેટલી યોગ્ય?
ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર?
સ્ટંટની મજામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરો છો?
પોલીસે આવા નબીરાને પાઠ ક્યારે ભણાવશે?
ઓવરસ્પીડિંગ કરતા નબીરાનું લાયસન્સ રદ કેમ નથી કરતાં?

error: