હાંસોટ તાલુકાના સાહોલ ગામના શિવ ભક્તો 25 યુવાનો પગપાળા કાવડ યાત્રા કરી જ્યોર્તિલિંગ નાગેશ્વર અને સોમનાથ જવા રવાના. તેઓની સાથે સેવા બજાવનાર શિવ ભક્તો પણ જોડાયા હતા.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગામજનોએ તેઓની પૂજા અર્ચના કરી હતી અને વિના વિઘ્ન દર્શન કરી પરત ફરે એવી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી