Satya Tv News

YouTube player

ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે ઉદ્ઘાટન
સહકાર સેવા કેન્દ્ર’નું, પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન
આ પ્રસંગે સહકારી અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

ભરૂચમાં સહકાર ભારતી ભરૂચના “ જિલ્લા કાર્યાલય” તથા સહકાર ભારતી પ્રેરિત “સહકાર સેવા કેન્દ્ર’નું ઉદ્ઘાટન તેમજ પ્રશિક્ષણ વર્ગ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૃચ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે સહકાર ભારતી ભરૂચના “ જિલ્લા કાર્યાલય” તથા સહકાર ભારતી પ્રેરિત “સહકાર સેવા કેન્દ્ર’નું ઉદ્ઘાટન સમારોહ તેમજ યોજાયો હતો.પ્રશિક્ષણ વર્ગ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જયોતિન્દ્ર મહેતા પૂર્વ મંત્રી અને સંસદ સભ્ય, ભરૂચ.ચેરમેન-નાફકેબ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ-સહકાર ભારતી તેમજ સંજય પાંચપોરજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી-સહકાર ભારતી-નવી દિલ્હી તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સહિત અન્ય સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે વૃધ્ધિ-વૃધ્ધિ અને સમૃધ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય બિન રાજકીય સહકારી સંગઠન,સહકાર ભારતી જન જનની સમૃધ્ધિના અવિરત પ્રયાસ કરી રહી છે.જેના કાર્યવાહકો અને સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પ્રશિક્ષિત થાય તે હેતુ માટે “પ્રશિક્ષણ વર્ગ”નું પણ આયોજન બપોર બાદ કરવામાં આવ્યું હતું..જેમાં સહકાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ તથા સહકારીતાના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરેશ કે. આહિર પ્રચાર-પ્રસાર પ્રમુખ-ગુજરાત પ્રદેશ.એન. જે. પટેલ જીલ્લા અધ્યક્ષ-ભરૂચ
સુનિલ નેવે પ્રકોષ્ઠ પ્રમુખ પ્રશિક્ષણ વર્ગ અને કવીનર તથા મનોજ આનંદપુરા અધ્યક્ષ -નોટીફાઇડ એરીયા અને સહ કન્વીનર સહિત ના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: