કડોદરાના મેળામાં અજિબો ગરીબ કિસ્સો સામે આવ્યો
સુરતમાં યુવતીઓ ગુસ્સે થઈ યુવાન પર તૂટી પડી
બિભસ્ત ઇશારા કરતા વિધર્મીને ચખાડાયો મેથીપાક
યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી
સુરત શહેરના એક યુવાન દ્વારા કડોદરાના અકળામુખી હનુમાનજીના મેળામાં જાહેરમાં બિભસ્ત ઈસરો કરી છેડતી કરતા મામલો ગરમાયો બન્યો હતો
વિધર્મી યુવાનો દ્વારા હિન્દૂ યુવતીઓને ટાર્ગેટ કરી પ્રેમ પ્રકરણમાં ફસાવવાનો સિલસિલો હજુ જાણે યથાવત હોઈ કડોદરાના મેળામાં એક અજિબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના કડોદરા નગરમાં અકળામુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં વર્ષોથી શ્રાવણ માસમાં શનિવારે મેળાનું આયોજન થાય જેમા શનિવારે સાંજના સમયે પલસાણાના હરિપુરા ખાતેની 7 થી 8 યુવતીઓ મેળામાં ફરવા માટે ગઈ હતી, જેમાં મેળામાં ખૂણામાં ઉભેલા એક યુવાને આ યુવતીને હાથ વડે બિભસ્ત ઇસરા કરતા યુવતીઓ ગુસ્સે થઈ આ યુવાન પર તૂટી પડી હતી. જાણવા મળ્યું છે ,કે આ દરમિયાન આ યુવાને યુવતીને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી, જેને લઈ મેળામાં ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે પ્રજાએ આ યુવાનને મેથીપાક ચખાડી કડોદરા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળેલ છે.
સમગ્ર મામલે ફરિયાદ લેવા બાબતે હરિપુરા ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ અને કડોદરા પોલીસ વચ્ચે સામાન્ય રકઝક થઈ હોવાનું જાણવા મળેલ છે, આ લખાઈ ત્યાં વિધર્મી યુવાન વિરુદ્ધ કડોદરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે,જોકે મોડી રાત્રિ સુધી ગુનો નોંધાયો નથી. પરંતુ ઘટનાને લઇ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત