Satya Tv News

YouTube player

જેબસન્સ ફુડ પ્રા.લી.માં આગ ફાટી નીકળી
ફાયરફાઈટરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવી
કંપનીમાં મશીનરીથી લઇ અન્ય વસ્તુઓને થયું નુક્સાન

ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં આવેલ જેબસન્સ ફુડ પ્રા લી માં ગત રોજ રાત્રે આગ ફાટી નીકળતા 3 જેટલા ફાયર બ્રિગેડની ટીમની મદદે કલાકો ની જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી.

વર્ષ ૧૯૭૮ બાદ ભરૂચ ઔધોગિક નગરી માં આવેલ ૭ જેટલી જી.આઇ.ડી.સીમાં ૧૫૦૦ કરતા વધુ નાના-મોટા ઔધોગિક એકમો ધમધમી રહ્યા છે,.કેમીકલ થી લઇ ફાર્માસ્યુટિકલ અને ખાવાના કલર થી લઇ દિવાલના કલર બનાવતા એકમોમાં અનેક વખત આગ લાગવા,બ્લાસ્ટ થવા કે પછી ગેસ ગળતરના બનાવો સામે આવતા હોય છે.ત્યારે ભરૂચના ભોલાવ ઉધોગ નગરમાં પ્લોટ નંબર:એ-૨ પર આવેલ જેબસન્સ ફુડ પ્રા લી માં ગત રોજ મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.આગ બાબતે કંપનીના કર્મચારીઓએ અગ્નિક્ષામક કેન્દ્રમાં જાણ કરતા ભરૂચ જી.આઇ.ડી.સીના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ,અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.ઉલ્લેખનીય છેકે આગ લાગવાના બનાવ માં સદનસીબે કોઇ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સ્વિટ્સથી લઇ શુકો નાસ્તાના પેકેટ્સનું ઉત્પાદન કરતી કંપનીના ઓટોમેટિક પ્લાન્ટમાં આગ લાગવાથી કંપનીની મશીનરી સહિત અન્ય વસ્તુઓને મોટું નુક્સાન થયું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: