મહુવા તાલુકાના ગામનો ચોંકાવનારો કિસ્સો
11 વર્ષની માસુમ સગીરા પર આધેડએ કર્યું દુષ્કર્મ
પિતાના સગા ભાણાએ સગીરાન પર આચર્યું દુષ્કર્મ
સગીરાની માતાએ મહુવા પોલીસ મથકે નોંધી ફરિયાદ
આધેડ લંપટની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
મહુવા તાલુકાના એક ગામની માત્ર 11 વર્ષની માસુમ સગીરાને નજીવા રૂપિયા અને ચોક્લેટ પીપરની લાલચ આપી વારંવાર વાસના સંતોષતા આવેલા 50 વર્ષીય આધેડની પોલીસે અટક કરી છે.
મહુવા તાલુકાના એક ગામમા ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. સોસાયટી ફળિયામાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા દંપતીની માત્ર 11 વર્ષની સગીરા પુત્રી ઘરમાં એકલી રહેતી હોવાનું લાભ ઉઠાવી સગીરાના પિતાના સગા સુખા ભાણા હળપતિએ દુષ્કર્મ આચર્યું હતું.અવારનવાર ઘરના વાડાના સંડાસમા અને આંબાવાડીમાં અનેકવાર રૂપિયા 10, 20 અને ચોકલેટ પીપરની લાલચ આપી શરીરસંબંધ બાંધતા આવેલો લંપટ આધેડ ઓંડચ ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન એલર્જી નીક્ળી આવતા સગીરાએ સરકારી નર્સને વાત કરતા તેની સરકારી દવાખાનામાં તબીબી તપાસ થઈ હતી. અત્રેથી ચામડીના તજજ્ઞનો સંપર્ક સાધવાનું જણાવતા સગીરાને કામરેજ મુકામે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ આ દરમિયાન તબીબને શંકા જતા સગીરાને સુરતની હોસ્પિટલમાં લઈ જવાતા સગીરા સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોતે જેને દાદાજી કહીને સંબોધતી હતી, તેજ લંપટ આધેડે પોતાની પૌત્રી સમાન સગીરાને ભોગ બનાવતા સગીરાની માતા દ્વારા મહુવા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે આધેડ લંપટની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત