Skip to main content

Satya Tv News

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. નબીપુરથી પાલેજ વચ્ચે LCB પોહચી ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી.જે પૈકી એક ટ્રક ડ્રાઇવરની હિલચાલ PSI પી.એમ.વાળાને શંકાસ્પદ લાગી હતી. DD પાર્સિંગની તાડપત્રી ઢાંકેલી ટ્રકની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બારદાન મળી આવ્યા હતા.જેને હટાવી પાછળ જોતા દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે 388 બોક્સ, 8222 બોટલો કિંમત રૂપિયા 11.98 લાખનો દારૂ સાથે , પ્લાસ્ટિકના 100 બારદાન કિંમત ₹6.58 લાખ, 10 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 28.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂ ભરેલી ટ્રકનું વહન કરતા નેપાળના લૂમબીનીના બ્રિસપતિ ખેમાનંદ ચપાગૈનની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી નેપાળ તેમજ કતારનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું હતું.દારૂની પેટીઓ ક્યાંથી કોણે ભરાવી ક્યાં કોને ડિલિવરી કરવાની હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

error: