Satya Tv News

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને 300 રૂપિયાની માગણી કરી. પહેલા TRB જવાને કહ્યું તમારે 2 હાજર ભરવા પડશે અને ત્યારબાદ કહ્યું જો 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો. આ રીતે વાહન ચાલકો પાસેથી તોડ કરવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આ બનાવ બાદ વાહન ચાલકે થોડીક રકઝક કરીને છેવટે 200 રૂપિયામાં પતાવટ કરી લીધી. આવા બેફામ ઉઘરાણા કરતા TRBના જવાનો સામે વરિષ્ઠ અધિકારીઓ પગલા લે તેવી લોકો માગણી કરી રહ્યાં છે. TRB જવાનોને રસ્તા પરના ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવે છે પરંતુ અહીં રાજકોટમાં કઇંક અલગ જ રીતે TRB જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

error: