નવસારીમાં આર.સી.જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા 23 વર્ષીય રત્નકલાકાર ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમ્યાન તેને ફોન આવતા રત્નકલાકાર ફોન પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. રત્નકલાકાર ઢળી પડતા અન્ય કારીગરો દ્વારા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકનાં કારણે મૃત્યું થયું હતુ.
હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરુરી છે કે આપણને ખબર હોવી જોઇએ કે હૃદયની ધમનીઓમાં કોઇ બ્લોકેજ તો નથી ને? હૃદયની ધમનીઓમારા શરીરની મુખ્ય લોહી જતી નસો છે જે તમારા હૃદય સુધી લોહીને પહોંચાડે છે. જો તેમાં કઇ પણ ગરબડ હોય કે તેમાં કોઇ કારણે બ્લોકેજ આવે છે તો તે હાર્ટ એટેકના અનેક ચેતવણી સંકેત આપે છે.
હાર્ટ એટેકના શરુઆતમાં છાતીમાં દુખાવો, ભારેપણું, જડબામાં કળતર, પીઠ અથવા ડાબા હાથ કળતર, પરસેવો અને બેચેનીનો અનુભવ વગેરે સમાવેશ થાય છે. જો આવું થાય, તો તમારે મદદ માટે તાત્કાલિક મેડિકલ હેલ્પ લાઇન નંબર પર કૉલ કરવો જોઈએ. મેડિકલ હેલ્પ આવવા સુધી તમે દર્દીને એસ્પિરિનની ગોળી ખવડાવી શકો છો.