Satya Tv News

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે.

મેડિકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર – મહિલાનો ગર્ભપાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તબીબી પ્રક્રિયા બાદ જો ભ્રૂણ જીવીત હોવાનું જાણવા મળે છે તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવી પડશે. સરકારે કાયદા અનુસાર બાળકને દત્તક આપવા માટે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ.

આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનો મેડિકલ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાંઆવ્યો છે. તો સાથે જ SCએ ચુકાદામાં કહ્યું કે ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક આપવાની જવાબદારી રાજ્ય સરકારની હશે તેવો પણ SCએ ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે પીડિતાએ હાઈકોર્ટની અરજીને સુપ્રીમમાં પડકારી હતી જેનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે.

error: