Satya Tv News

રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે.

આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટી ખાતે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

error: