Satya Tv News

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા બીજા સેમેસ્ટરની ડિપ્લોમા તેમજ ચોથા સેમેસ્ટરની ડિપ્લોમા, ડિગ્રી અને બી.એસ.સી. માં પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ “અભ્યુત્થાન-૨૦૨૩”નું ૧૮મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કમલેશ ગાંધી, ING ઓપરેશન ડાયરેક્ટર અને સાઇટ મેનેજર, DSM Firmenich, દહેજ,સાન્દ્રા શ્રોફ –અધ્યક્ષ , અંકલેશ્વર રોટરી એજ્યુકેશ સોસાયટી, અશોક પંજવાણી, પ્રમુખ -યુપીએલ યુનિવર્સિટી,રાજેન્દ્ર ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર- GRP Ltd, ટ્રસ્ટી ભૂપેન્દ્ર દલવાડી અને કિશોર સુરતી, પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓ હાજર હતા. પ્રોવોસ્ટ પ્રો.શ્રીકાંત વાઘએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું, અને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સન્માન સમારોહમાં કુલ મળીને ૮૧ વિદ્યાર્થીઓએ મહેમાનો પાસેથી ઈનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી, તેમના પ્રતિસાદ શેર કર્યા હતા. ૮૧ માંથી ૪ વિદ્યાર્થીઓ ક્રમશઃ રાણા યશ –ડિપ્લોમા કોમ્પુટર એંજીન્યરિંગ, સેમેસ્ટર-૨ અને સેમેસ્ટર- ૪ ના ત્રણ વિદ્યાર્થીઓ યાદવ અંજલિ -બી.ઇ.એંવાયરોમેન્ટલ સાયન્સ અને ટેક્નોલૉજી ,ખેર મોહમદ જૂનેદ -બી..એસ.સી. કેમેસ્ટ્રી , મેહતા પૂજન –ડિપ્લોમા કોમ્પુટર એંજીન્યરિંગ એ UPL ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ –કમલેશ ગાંધી તેમજ મંચ ઉપર બિરાજમાન,સાન્દ્રા શ્રોફ, અશોક પંજવાણી, રાજેન્દ્ર ગાંધી , બી.ડી. દલવાડી , કિશોર સુરતી એ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

error: