Satya Tv News

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા, વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે.

error: