Satya Tv News

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને ઝટકો આપ્યો છે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી. જે બાબતે અગાઉ પણ પ્રજ્ઞેશ પટેલે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જે સમગ્ર બાબતને લઈ આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે અને જામીન અરજી નામંજૂર કરી છે.

error: