જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કર્યું છે. રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના કાર્યકરોએ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપી રિવાબાને સમર્થન જાહેર કર્યું છે. અગાઉ મેયર બીનાબેન કોઠારીના સમર્થનમાં તેમનો પરિવાર અને જૈન સમાજે ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. બંને સમાજે પોતાના સમાજના પ્રતિનિધિને સમર્થન આપતા જામનગરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.