બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગની ઈસરોનું પ્લાનિંગ છે પરંતુ હવે ચંદ્રયાનના લેન્ડીંગને લઈને એક નવી વાત સામે આવી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે નક્કી કરીશું કે તે સમયે ચંદ્રયાનને ઉતારવું યોગ્ય છે કે નહીં. જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ ન લાગે તો અમે 27 ઓગસ્ટે ચંદ્રયાનને ઉતારીશું. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.