જોહાનિસબર્ગ જતા પહેલા PM મોદીએ ટ્વીટ કર્યું કે, “દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર હું 22-24 ઓગસ્ટ 2023 સુધી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી રહ્યો છું.”
સાઉથ આફ્રિકા જવા રવાના થતાં પહેલાં PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, “જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના. હું બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ ઇવેન્ટ્સમાં પણ ભાગ લઈશ. સમિટ ગ્લોબલ સાઉથ અને વિકાસના અન્ય ક્ષેત્રો માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્લેટફોર્મ આપશે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિક્સ ઉપરાંત દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. દક્ષિણ આફ્રિકા બાદ વડાપ્રધાન મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે એથેન્સની મુલાકાત લઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ યાત્રા હશે. 40 વર્ષ પછી ગ્રીસનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હોવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે.